હેલ્મેટ વગરના સ્ટુડન્ટને દંડ કરનારો દોષી ટ્રાફિક-કૉન્સ્ટેબલ પણ દંડાયો

30 October, 2025 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો વાઇરલ થયા બાદ યોગ્ય નિયમોનું પાલન કર્યા વિના સ્કૂટર ચલાવનાર ટ્રાફિક-પોલીસને પણ દંડ કરવામાં આવ્યો છે

વાઈરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

થાણેના વાગળે એસ્ટેટમાં હેલ્મેટ વગર મુસાફરી કરતા પકડાયેલા સ્ટુડન્ટ અને અસ્પષ્ટ નંબર-પ્લેટવાળા સ્કૂટર પર જતા ટ્રાફિક-કૉન્સ્ટેબલ વચ્ચે થયેલી દલીલનો વિડિયો વાઇરલ થયો હતો. આ કેસમાં હવે પોલીસે બન્ને સામે કાર્યવાહી કરી છે. હેલ્મેટ વગરના સ્ટુડન્ટને દંડ ફટકાર્યા બાદ ટ્રાફિક-કૉન્સ્ટેબલને પણ ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીએ ટ્રાફિક-પોલીસના બે અધિકારીઓનો પીછો કરીને તેમના સ્કૂટરને પાછળથી પકડીને રોકી લીધું હતું અને તેમના સ્કૂટરની નંબર-પ્લેટ સ્પષ્ટ દેખાતી ન હોવા બદલ દંડ ભરવાની માગણી કરી હતી. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયા બાદ યોગ્ય નિયમોનું પાલન કર્યા વિના સ્કૂટર ચલાવનાર ટ્રાફિક-પોલીસને પણ દંડ કરવામાં આવ્યો છે.

mumbai news mumbai mumbai traffic mumbai traffic police thane viral videos social media