કન્ફ્યુઝન અને ટેન્શન

06 August, 2021 08:24 AM IST  |  Mumbai | Rohit Parikh

આ હાલ છે અન્ય બોર્ડના સ્ટુડન્ટ્સનો જેમણે દોઢ વર્ષનો એસએસસી બોર્ડનો સિલેબસ ૨૦ દિવસમાં પૂરો કરવાનો છે

મિષ્ટી કેયૂર સલોત

મહારાષ્ટ્રમાં સીઈટીની એક્ઝામનાં પેપર કેવાં હશે અને એક્ઝામ કેવી રીતે લેવાશે અને એના પરિણામની તેમના ઍડ્મિશન પર કેવી અસર પડશે એની મૂંઝવણમાં બધા છે. આ સ્ટુડન્ટ્સનું ભાવિ સીઈટીની એક્ઝામ પર નિર્ભર છે. આજે સીઈટી એક્ઝામના મામલે કોર્ટનો ફેંસલો આવે એમ લાગે છે ત્યારે ‘મિડ-ડે’એ કેટલાક સ્ટુડન્ટ્સ સાથે વાત કરીને તેમની મનોદશા જાણવાનો પ્રયાસ કર્યો હતો. મોટા ભાગના અને ખાસ કરીને એસએસસી સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ એક જ વાત કહી કે સૌથી મોટું કન્ફ્યુઝન છે કે શું હશે સીઈટીમાં અને સૌથી મોટું ટેન્શન છે દોઢ વર્ષના એસએસસીના સિલેબસને માત્ર ૨૦ દિવસમાં કઈ રીતે પૂરો કરવો એનું.

 બે વર્ષથી સાયન્સનો અભ્યાસ કર્યો જ નથી. અચાનક મારે સીઈટીની પરીક્ષામાં હવે સાયન્સની પરીક્ષા આપવી પડે તો પહેલા જ ઝાટકે હું ૨૫ માર્ક સાયન્સની પરીક્ષાના ગુમાવી દઈશ જે પેપરના એક-ચતુર્થાંશ છે. - મિષ્ટી કેયૂર સલોત, બોરીવલીની આઇસીએસઈ બોર્ડની સ્ટુડન્ટ

mumbai news Mumbai rohit parikh