નવી મુંબઈમાં બુધવારે પાણી નહીં આવે અને ગુરુવારે પ્રેશર લો રહેશે

12 May, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩ મેએ શહેરના ઘણા ભાગોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ મેઇન્ટેનન્સ અને ચોમાસા પહેલાં પાણીની પાઇપલાઇનના સમારકામની જાહેરાત કરી છે એને કારણે ૧૩ મેએ શહેરના ઘણા ભાગોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે. ૨૪ કલાકના કાપ પછી પણ ઓછા પ્રેશર સાથે પાણી છોડવામા આવશે. NMMCએ જણાવ્યું હતું કે બુધવારે ૧૩ મેએ સવારે ૧૦ વાગ્યાથી ૧૪ મેએ સવારે ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ૧૪ મેએ સાંજે ઓછા પ્રેશર સાથે પાણીની સપ્લાય થઈ શકશે.

આ કામને લીધે બેલાપુર, નેરુળ, વાશી, તુર્ભે, સાનપાડા, કોપરખૈરણે, ઘનસોલી, ઐરોલી, ખારઘર અને કામોઠે સહિતના વિસ્તારોમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે.

mumbai news mumbai navi mumbai Water Cut mumbai water levels navi mumbai municipal corporation nmmc