20 April, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમૃદ્ધિ મહામાર્ગ
મુંબઈને નાગપુર સાથે જોડતા ૭૦૧ કિલોમીટર લાંબા સમૃદ્ધિ મહામાર્ગનો ૭૬ કિલોમીટરનો ભિવંડીથી લઈને ઇગતપુરી સુધીનો ત્રીજો તબક્કો પૂરો થવામાં છે અને ટૂંક સમયમાં એ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનું બીજી મેએ લોકાર્પણ કરે એવી શક્યતાઓ છે.
સમૃદ્ધિ એક્સપ્રેસવેનો આ ત્રીજો તબક્કો ચાલુ થશે એટલે મુંબઈ-નાશિક વચ્ચેનું અંતર પણ એક કલાક ઓછું થઈ જશે. આ ત્રીજા તબક્કામાં કુલ પાંચ ટનલ છે. ઇગતપુરીની ટનલ ૧૧ કિલોમીટર લાંબી છે જે વિશ્વની સૌથી લાંબી ટનલ હશે. એને કારણે કસારા ઘાટનું અંતર કાપતાં અગાઉ પચીસ મિનિટ લાગતી હતી એ ફક્ત આઠ જ મિનિટમાં કાપી શકાશે. આ ટનલમાં લેટેસ્ટ ફાયરફાઇટિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે.
સમૃદ્ધિ મહામાર્ગ થાણે, અહમદનગર, નાશિક, ઔરંગાબાદ, જાલના, બુલઢાણા, વાશિમ, અમરાવતી, વર્ધા અને નાગપુર એમ કુલ ૧૦ જિલ્લામાંથી પસાર થવાનો છે.