થાણેમાંથી ૩ જણ ૪૨ લાખ રૂપિયાના ગુટકા અને તમાકુ ઉત્પાદનો સાથે પકડાયા

28 October, 2021 09:52 AM IST  |  Thane | Agency

પોલીસની ટીમે બાતમીના આધારે ભિવંડી શહેરના નાડી નાકા વિસ્તારમાં એક ટેમ્પોને આંતરીને પ્રતિબંધિત માલ જપ્ત કર્યો હોવાનું નિઝામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરીને તેમની પાસેથી ૪૨.૬૪ લાખની કિંમતના પ્રતિબંધિત ગુટકા અને તમાકુ ઉત્પાદનો જપ્ત કર્યાં હતાં. પોલીસની ટીમે બાતમીના આધારે ભિવંડી શહેરના નાડી નાકા વિસ્તારમાં એક ટેમ્પોને આંતરીને પ્રતિબંધિત માલ જપ્ત કર્યો હોવાનું નિઝામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી અને બીજા બેની શોધ ચાલુ છે. આરોપીઓએ વડોદરામાંથી એક શખ્સ પાસેથી માલ ખરીદ્યો હતો અને મુંબઈમાં એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. આ મામલે આરોપીઓ સામે સુસંગત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની અધિકારીએ જાણકારી આપી હતી.

Mumbai mumbai news thane thane crime