01 December, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ આશરે ૨૫૦ કરોડ રૂપિયાનાં બાકી વૉટરબિલોની વસૂલાત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે અને નાગરિકોને લાભદાયી નીવડે એવી ઑફર જાહેર કરી છે. આ વર્ષના વૉટરબિલ સાથે બાકી રહેલાં બિલોનું પેમેન્ટ એકસાથે કરી દેનારા નાગરિકો પાસેથી લેટ પેમેન્ટ કે બાકી પેમેન્ટનો કોઈ ચાર્જ કે વ્યાજ વસૂલ કરવામાં નહીં આવે એવી TMCએ જાહેરાત કરી છે.
૨૦૨૫ની પહેલી ડિસેમ્બરથી ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધી અમલમાં રહેનારી આ સ્કીમ માત્ર ડોમેસ્ટિક વૉટર કનેક્શન્સ એટલે કે ઘરેલુ જોડાણો માટે જ છે. કમર્શિયલ વૉટર કનેક્શન્સ ધરાવતા ડિફૉલ્ટરોએ ચાર્જ અને ઇન્ટરેસ્ટ સાથે જ ચુકવણી કરવાની રહેશે. TMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઑફર પછી પણ જે ડિફૉલ્ટર્સ છેલ્લી તારીખ સુધીમાં તેમના બિલની ચુકવણી નહીં કરે તેમનાં કનેક્શન્સ કાપી દેવામાં આવી શકે છે.