જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પર ઓટોરિક્ષા પર પલટી ટ્રક, એક ઘાયલ

16 January, 2022 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં શનિવારે સાંજે જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પાસે એક ઓટોરિક્ષા પર રેતી ભરેલી ટ્રક પલટી જતાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં શનિવારે સાંજે જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પાસે એક ઓટોરિક્ષા પર રેતી ભરેલી ટ્રક પલટી જતાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.

MIDC વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટર અનગા અશોક સતાવસેએ ANIને જણાવ્યું હતું કે “મુંબઈના દુર્ગા નગરમાં જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પાસે એક અકસ્માત સર્જાયો હતો. રેતીથી ભરેલી એક ટ્રક એક ઓટોરિક્ષા પર પલટી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ જેસીબી અને ક્રેન મશીનની મદદથી ઓટોરિક્ષા ચાલકને બચાવી લીધો હતો.”

“આ ઘટનામાં ઓટોરિક્ષાની સાથે અનેક બાઇકોને પણ ખરાબ રીતે નુકસાન થયું છે. ઓટોરિક્ષા ચાલકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેની હાલત અત્યારે નાજુક છે.”

તેમણે ઉમેર્યું કે “એક કેસ નોંધવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવર ફરાર છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે."

mumbai news mumbai jogeshwari