ઘાટકોપરની ૧૬ વર્ષની ટીનેજરે ટીવી-ઍક્ટર રોહિત ચંદેલને પકડાવ્યો

12 July, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીછો, છેડતી, હેરાનગતિ અને મારપીટનો આરોપ: બન્ને એકમેકને ઓળખે છે

રોહિત ચંદેલ

જાણીતી સિરિયલ ‘પંડ્યા સ્ટોર’માં ધવલ મકવાણાની ભૂમિકા ભજવનાર ૨૯ વર્ષના અભિનેતા રોહિત ચંદેલની સામે ૧૬ વર્ષની માઇનર અૅક્ટ્રેસે ઘાટકોપરના પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં તેણે રોહિત તેનો પીછો કરતો હતો, છેડતી કરતો હતો, હેરાન કરીને મારપીટ પણ કરતો હોવાના આરોપ મૂક્યા હતા. ફરિયાદી ટીનેજર ૧૬ જ વર્ષની હોવાથી પોલીસે રોહિત ચંદેલ સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) અૅક્ટ હેઠળ ગુનો નોંધીને તેની તેના દહિસરના ઘરેથી શુક્રવારે ધરપકડ કરી હતી. તેને હવે જેલ-કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
 આ પહેલાં પણ તેણે એક સાથી મહિલા કલાકાર સાથે આવું કર્યું હોવાનો કેસ તેના પર દાખલ છે.

ફરિયાદી ટીનેજર અને રોહિત એકબીજાને પહેલેથી ઓળખતાં હતાં. ટીનેજરે તેની ફરિયાદમાં કહ્યું છે કે ‘રોહિત વારેઘડીએ ફોન કરી મને હેરાન કરતો હતો. એટલું જ નહીં, અલગ-અલગ ફોન નંબરથી ફોન કરી ત્રાસ આપતો હતો. પાંચમી જુલાઈએ રોહિતે મારો ઘાટકોપરના મારા ઘર સુધી પીછો કર્યો હતો. એ વખતે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. એ વખતે તેણે ગાળો પણ આપી હતી અને મારી મારઝૂડ પણ કરી હતી.’ 

mumbai news mumbai ghatkopar Protection of Children from Sexual Offences Act POCSO sexual crime mumbai police