Mumbai: ટ્રાવેલિંગના અનુભવમાં વધારો કરવા લોકલ ટ્રેનમાં લગાવાઈ ટીવી સ્ક્રિન

31 October, 2021 06:04 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આવું પ્રથમ વખત છે કે EMU રેક 24 સાઇઝની એલસીડી સ્ક્રીન સાથે ફીટ કરવામાં આવ્યું હોય

લોકલ ટ્રેનમાં લગાવાઈ ટીવી સ્ક્રીન

મુંબઈમાં લોકલ ટ્રેનમાં એક સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ ટ્રેનમાં ટીવી સ્ક્રીન લગાવવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ મુંબઈની લોકલ ટ્રેનોમાં ટીવી સ્ક્રીન લગાવી દીધી છે, રેલવેએ રવિવારે સવારે ઔપચારિક જાહેરાત કરી હતી. આ સ્ક્રીન પર અત્યારે વ્યાપારી જાહેરાતો અને રેલ્વે/જનહિતની માહિતી પ્રદર્શિત થશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે `અમે 8 EMU રેકમાં ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન્સ ઇન્સ્ટોલ કરીને એક ઇન્ફોટેનમેન્ટ કોન્ટ્રાક્ટ કાર્યરત કર્યો છે. આ LCD સ્ક્રીન સાથે કુલ 20 EMU રેક ફીટ કરવાના છે.`

 તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોન્ટ્રાક્ટ મેસર્સ ડિજીટેક એન્જિનિયર્સ અને કોમ્પ્યુટેક પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે. આ પહેલથી વાર્ષિક રૂ. 65,00,000/-ની ભાડા સિવાયની આવક મળશે. કોન્ટ્રાક્ટનો સમયગાળો 5 વર્ષનો છે અને રેલવેને કુલ આવક રૂપિયા 3.45 કરોડ થશે. 

આવું પ્રથમ વખત છે કે EMU રેક 24 સાઇઝની એલસીડી સ્ક્રીન સાથે ફીટ કરવામાં આવ્યું હોય. તે સમય અને જગ્યા મુજબ વ્યાપારી જાહેરાતો તેમજ રેલવે/જાહેર સંબંધિત માહિતી પ્રદર્શિત કરશે.

તે મુસાફરોને રેલવે સંદેશાવ્યવહાર માટેના અન્ય માધ્યમ તરીકે પણ કામ કરશે અને મુસાફરોના મુસાફરીના અનુભવને વધારતા કોચના નોલેજમાં વધારો કરશે તેવી અપેક્ષા છે. પ્રારંભિક તબક્કામાં લોકોનો પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક રહ્યો છે.

mumbai mumbai news mumbai local train