15 March, 2025 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
ધારાવી ટી જંક્શનથી માહિમ રાહેજા હૉસ્પિટલ પાસે ઊતરતા બ્રિજ પર ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે રોડની સાઇડમાં પડેલા કચરામાં આગ ફાટી નીકળી હતી. એ જગ્યાએ ઘણી મોટરસાઇકલ અને ફોર-વ્હીલર પાર્ક કરવામાં આવ્યાં હતાં. આગ લાગતાં જ લોકો દોડ્યા હતા અને પાર્ક કરેલાં વાહનો હટાવવાનું ચાલુ કર્યું હતું. એમ છતાં પાર્ક કરવામાં આવેલી બે કાર આ આગની ઝપટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થતાં ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી તો હતી, પણ એ પહેલાં એ બન્ને કાર બળીને ખાખ થઈ ગઈ હતી.