મુંબઈ ઍરપોર્ટ પર ૫૦ કરોડ રૂપિયાના હેરોઇન સાથે ઝિમ્બાબ્વેના નાગરિકોની ધરપકડ

28 November, 2022 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જપ્ત કરાયેલાં નશીલાં દ્રવ્યોમાં કુલ ૭.૯ કિલોગ્રામ હેરોઈન તથા અન્ય નશીલા પદાર્થો હતા

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૫૦ કરોડ રૂપિયાના ૭.૯ કિલોગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝિમ્બાબ્વેનાં બે નાગરિકોની ધરપકડ કરી હતી.

અધિકારીએ રવિવારે જણાવ્યા પ્રમાણે, ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે બાતમીના આધારે શુક્રવારે છટકું ગોઠવીને એડિસ અબાબા (ઈથિયોપિયા)થી આવેલા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી.

તેમના સામાનની જડતી લેતાં ટીમને ટ્રોલી બૅગમાં છૂપાવેલાં પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં કુલ ૭.૯ કિલોગ્રામ હેરોઈન તથા અન્ય નશીલા પદાર્થો હતા. જપ્ત કરાયેલાં નશીલાં દ્રવ્યોનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ૫૦ કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્ઝ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સિઝ (એનડીપીએસ) એક્ટની સુસંગત કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરીને સ્પેશ્યલ કોર્ટે તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

mumbai mumbai news mumbai airport Crime News mumbai crime news