15 September, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોર્ડિંગમાં બીજી બાજુ બાળ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ફોટો સાથે સ્થાનિક નેતાઓના ફોટો મૂકવામાં આવ્યા છે
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ની પુણેના કોંઢવામાં આવેલી શાખા પર નરેન્દ્ર મોદીને બુધવારે આવનારા જન્મદિવસ નિમિત્તે હટકે શુભેચ્છાઓ ઍડ્વાન્સમાં આપવામાં આવી હતી અને એ આપતાં-આપતાં ટોણો પણ મારી લેવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થવાના છે. હોર્ડિંગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષગાંઠની શુભેચ્છાઓ આપવાની સાથે જ તેમના ફોટો સાથે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો ફોટો મૂકીને કહેવાયું છે કે ‘લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની જેમ ૭૫ વર્ષ થયાં હોવાથી નરેન્દ્ર મોદી પણ રાજકીય સંન્યાસ લઈને રાજીનામું આપશે. વર્ષગાંઠ નિમિત્તે બાળકોને ગાજરનો હલવો આપવામાં આવશે.’
હોર્ડિંગમાં બીજી બાજુ બાળ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ફોટો સાથે સ્થાનિક નેતાઓના ફોટો મૂકવામાં આવ્યા છે.