09 November, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અત્યારે મરાઠવાડાના પ્રવાસ પર છે. ગઈ કાલે જાલનામાં એક પત્રકાર-પરિષદ દરમ્યાન તેમણે સરકારની આકરી ટીકા કરી હતી અને દેવેન્દ્ર ફડણવીસને ‘ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર’ ગણાવ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘BJP એટલે ભારતીય જનતા પાર્ટી નહીં, એ તો ‘ભ્રષ્ટ જનતાનો પક્ષ’ છે. આ સરકાર ખેડૂતોની સમસ્યાઓની અવગણના કરી રહી છે. ખેડૂતોને સહાય માટે સરકારે આપેલાં વચનો પોકળ સાબિત થયાં છે. આ દેવેન્દ્ર ફડણવીસ તો ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર છે, નહીં તો મુખ્ય પ્રધાન પદ એકનાથ શિંદેને આપવામાં આવ્યું હોત.’
નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે બુલેટ ટ્રેનનું કામ અટકાવવા બદલ ઉદ્ધવ ઠાકરેની સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેનનું કામ અટકાવી દીધું હતું.