✕

કેતન અગ્રવાલ મર્ડર-કેસમાં સરકારી વકીલ તરીકે ઉજ્જ્વલ નિકમની સત્તાવાર રીતે નિયુક્તિ

18 October, 2026 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાને આ વાતની ગંભીર નોંધ લઈને વિશાલ અગ્રવાલને બે જ દિવસમાં તેમને ઉજ્જ્વલ નિકમનો અપૉઇન્ટમેન્ટ લેટર મળી જશે એવું આશ્વાસન આપ્યું હતું. મુખ્ય પ્રધાને પોતાનું વચન નિભાવીને શનિવારે વિશાલ અગ્રવાલને અપૉઇન્ટમેન્ટ લેટર પહોંચાડ્યો હતો.

ઉજ્જ્વલ નિકમ

આખા દેશમાં ચકચાર જગાવનારા કેતન અગ્રવાલ કેસમાં સરકારી વકીલ તરીકે ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના નરાધમ અજમલ કસબને ફાંસીના માંચડા સુધી પહોંચાડનારા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમની સત્તાવાર રીતે નિયુક્તિ કરવામાં આવી છે. જૂન મહિનામાં ઉજ્જ્વલ નિકમને આ કેસ સોંપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હજી સુધી સત્તાવાર રીતે તેમની નિયુક્તિ કરવામાં આવી નહોતી, પરંતુ ગુરુવારે કેતનના પિતા વિશાલ અગ્રવાલ મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને ઉજ્જ્વલ નિકમની કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તિ થઈ હોવાનો અપૉઇન્ટમેન્ટ લેટર ન મળ્યો હોવાનું જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને આ વાતની ગંભીર નોંધ લઈને વિશાલ અગ્રવાલને બે જ દિવસમાં તેમને ઉજ્જ્વલ નિકમનો અપૉઇન્ટમેન્ટ લેટર મળી જશે એવું આશ્વાસન આપ્યું હતું. મુખ્ય પ્રધાને પોતાનું વચન નિભાવીને શનિવારે વિશાલ અગ્રવાલને અપૉઇન્ટમેન્ટ લેટર પહોંચાડ્યો હતો. વિશાલ અગ્રવાલે પણ આ બદલ મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો.

the attacks of 26 11 mumbai news national news murder case Crime News devendra fadnavis ujjwal nikam