10 April, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા મેટ્રો 3ના મુસાફરોને હવે અનલિમિટેડ પાસની સવલત મળશે. ૨૮૦ રૂપિયામાં એક દિવસનો બિઝનેસ પાસ મેળવીને આખો દિવસ ગમે એટલી વાર મેટ્રો 3માં મુસાફરી કરી શકાશે. એવી જ રીતે ૩ દિવસ માટેના પાસની કિંમત ૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ પાસ દ્વારા પ્રવાસીઓ મુંબઈનાં મુખ્ય સ્થળોએ સરળતાથી અને ઓછા ખર્ચે હરી-ફરી શકશે.
નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ (NCMC) દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાશે. એનાથી પેપરલેસ અને કૅશલેસ મુસાફરી કરવી સરળ બનશે. બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ૪૫ ટ્રિપ અને ૬૦ ટ્રિપના પાસ પર પચીસ ટકા છૂટ આપવામાં આવશે. આ પાસની મર્યાદા ૩૦ દિવસની રહેશે.