ઘણી રાહ જોવડાવ્યા પછી માંડ શરૂ થયેલી વનરાણી ફરી બંધ પડી ગઈ

26 March, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલ ઇન્ડિયા ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક સર્વિસ લિમિટેડને ૪૩ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ સોંપાયો હતો

વનરાણી ટૉય-ટ્રેન

સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)માં ચાલતી વનરાણી ટૉય-ટ્રેન નવા રૂપ સાથે ૧૪ માર્ચે જ ચાલુ થઈ હતી. લાંબા સમયથી લોકો નવી વનરાણીની રાહ જોઈ રહ્યા હતા પણ ચાલુ થયાના થોડા જ સમયમાં નવી ટ્રેનમાં ટેક્નિકલ ફૉલ્ટ થતાં વનરાણીની રાઇડ બંધ કરવી પડી છે. વેકેશનની શરૂઆતમાં જ બાળકોને વનરાણીમાં બેસવા ન મળતાં તેઓ નારાજ થયાં હતાં.

SGNPના ડેપ્યુટી ડિરેક્ટર કિરણ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એન્જિનમાં ખામી સર્જાવાના કારણે બન્ને વનરાણી ટ્રેન બંધ કરવી પડી છે. અમદાવાદથી એન્જિનના પાર્ટ્સ મગાવવામાં આવ્યાં છે. આ પાર્ટ્સ રિપ્લેસ થયા બાદ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવશે.’

રેલ ઇન્ડિયા ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક સર્વિસ લિમિટેડને ૪૩ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ સોંપાયો હતો. આટલા ઓછા સમયમાં ખામી સર્જાતાં તેમની પાસેથી લેખિતમાં સ્પષ્ટતા પણ માગવામાં આવી છે.

mumbai news mumbai sanjay gandhi national park borivali