બાયરોડ ગુજરાત જવાના હો તો ત્રણ દિવસ સાવધાન

03 January, 2022 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વેસાવે ખાડી પર બંધાતા નવા બ્રિજ પર ગર્ડર બેસાડવાનું કામ શરૂ થવાથી વાહનો ડાઇવર્ટ કરાશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈથી ગુજરાત વાહનમાર્ગે જવા માટેના ઘોડબંદર નજીકની વેસાવે ખાડી પર નવા બંધાઈ રહેલા બ્રિજ પર આજથી ત્રણ દિવસ ગર્ડર મુકાવાનું કામ હાથ ધરાવાનું છે એટલે મુંબઈથી ગુજરાત અને થાણે તરફ જવાના મેઇન હાઇવેને ઘોડબંદર તરફના રસ્તે ડાઇવર્ઝન કરવામાં આવ્યો છે. આ ફેરફારને લીધે ફાઉન્ટન હોટેલ પાસેના જંક્શન પર ત્રણ દિવસ ટ્રાફિક જૅમ થવાની શક્યતા છે એટલે વાહનમાર્ગે ગુજરાત જનારાઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
નૅશનલ હાઇવે ઑથોરિટી અને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા ગઈ કાલે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો જેમાં વેસાવે બ્રિજ પાસેના ચોકમાં વેહિક્યુલર અન્ડરપાસનું બાંધકામ કરવાની સાથે ગર્ડર બેસાડવામાં આવી રહ્યો છે. આ કામ આજે સવારના આઠ વાગ્યાથી પાંચમી જાન્યુઆરીની રાત્રે આઠ વાગ્યા સુધી દિવસ-રાત ચાલશે. આ કામ હાથ ધરાવાથી હાઇવે પર ટ્રાફિકની કેવી સ્થિતિ ઊભી થશે એ ચકાસવા માટે મુંબઈથી અમદાવાદ અને થાણે તરફના વાહનવ્યવહારને ચોક નજીકના ઇન્ડિયન ઑઇલ પેટ્રોલ પમ્પથી ઘોડબંદર ગામના રસ્તે વાળવામાં આવ્યો છે. અહીંથી વાહનો બ્રિજ નજીક ડાબે વળીને અમદાવાદ તરફ તો સીધા માર્ગે થાણે વાહનો જઈ શકશે. 

mumbai mumbai news western express highway gujarat ahmedabad