Viral Video: કૉંગ્રેસ નેતા નાના પટોલેએ કાર્યકર પાસેથી ધોવડાવ્યા પગ, ભાજપે કહ્યું માફી માગે

18 June, 2024 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video: ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વિટર પર જઈને આ ઘટનાની ટકા કરી અને પટોલેને માફી માગવા પણ કહ્યું.

નાના પટોલે (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાણા પટોલેના (Viral Video) કાદવથી ભરાયેલા પગ એક પાર્ટીના કાર્યકર્તાએ ધોયા ધોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નાના પટોલેના કાર્યકર્તા દ્વારા પગ ધોવડાવવાના વીડિયોને લીધે વિરોધી પક્ષ દ્વારા કૉંગ્રેસ અને નાણા પટોલેની જોરદાર ટીકા કરવામાં આવી રહી છે.

નાના પટોલેએ સોમવારે અકોલા જિલ્લાના વાડગાંવની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ એક પાર્ટી સમર્થકના બર્થ-ડેની ઉજવણી માટે આવ્યા હતા. આ પ્રસંગ દરમિયાન, પટોલે ત્યાંની એક સ્થાનિક શાળાની નજીક આવેલા સંત શ્રી ગજાનન મહારાજની (Viral Video) પલખીની યાત્રામાં પણ ગયા હતા. આ દરમિયાન ત્યાં જોરદાર વરસાદ પડ્યો હતો અને જમીન ભીની અને કાદવ વાળી થઈ ગઈ હતી.

આ દરમિયાન જ્યારે નાના પટોલે તેમની કાર તરફ પાછા ફર્યા, ત્યારે પટોલેના પગમાં માટી લાગી હતી. આ માટીને સાફ કરવા માટે તેમણે પાણી માગ્યું. જો કે તે દરમિયાન પાર્ટીના (Viral Video) એક કાર્યકર્તા વિજય ગુરવેએ પોતાના હાથ વડે પટોલેના પગમાં લાગેલી માટી સાફ કરીને તેમના પગ ધોયા હતા. આ વાતમાં મહત્ત્વનું એવું છે કે નાના પટોલેએ કાર્યકરને આવું કરતાં અટકાવ્યો પણ નહોતો અને પોતાના પગ પોતા સાફ પણ કર્યા નહોતા.

પટોલે દ્વારા પાર્ટીના કાર્યકર્તા પાસેથી પગ ધોવડાવવાની ઘટના બાદ આ મામલે જોરદાર હોબાળો (Viral Video) મચ્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વિટર પર જઈને આ ઘટનાની ટકા કરી અને પટોલેને માફી માગવા પણ કહ્યું.

પૂનાવાલાએ લખ્યું “કૉંગ્રેસની નવાબી જમીનદાર શહજાદા માનસિકતા છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ પ્રમુખ નાણા પટોલેએ પોતાના પગ અને પાંઓ એક પાર્ટી કાર્યકર્તા (Viral Video) દ્વારા ધોવડાવ્યા. તેઓ જનતા અને કાર્યકર્તાઓને ગુલામ સમજે છે અને પોતે રાજા અને રાણીઓ સમાન છે. કલ્પના કરો કે તેઓ લોકો સાથે કેવી રીતે વર્તે છે જયારે તેઓ સત્તા પર નથી! નાણા પટોલેને માફી માગવી જોઈએ અને કૉંગ્રેસને પણ," પૂનાવાલાએ પોસ્ટમાં લખ્યું.” આ સાથે અનેક સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ઘટનાની ટીકા કરી છે. જ્યારે કેટલાકે આ ઘટનાને "અચંબિત" ન ગણાવી, ત્યારે બીજાઓએ માની લીધું કે આ ઇન્સિડન્ટ દર્શાવે છે કે કૉંગ્રેસ તેના કાર્યકર્તાઓ સાથે કેવી રીતે વર્તે છે.

આ ઘટના વધુ ચર્ચામાં આવ્યા બાદ પટોલેએ કહ્યું કે આ મુદ્દાને બિનજરૂરી રીતે વધારવામાં આવી રહ્યો છે અને લોકસભા ચૂંટણીના પરિણામો પછી સામે અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, "હું ખેડૂત પરિવારમાંથી આવ્યો છું અને મારી પગ પર માટીમાં ઢંકાયેલી રહેવી એ મારા માટે સમ્માનની વાત છે. મારા પગ ચીકટ માટીથી ઢંકાયેલા હતા અને મેં એક પાર્ટી કાર્યકર્તાને પાણી લાવવાનું કહ્યું. તેણે મારા પગ પર પાણી રેડ્યું અને મેં મારા પગ જાતે ધોયા," પટોલેએ પ્રેસ (Viral Video) કોન્ફરન્સમાં કહ્યું. જોકે, વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે પાર્ટી કાર્યકર્તાએ પોતાના હાથથી પટોલેના પગ ધોયા.

maharashtra news congress maharashtra political crisis maharashtra bharatiya janata party political news indian politics mumbai news viral videos