બળી ત્યારે? મોંઘીદાટ `લેમ્બોર્ગિની` ફૂંકી મારી!

16 April, 2024 05:30 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Lamborghini set on fire: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પીળા કલરની લેમ્બોર્ગિની આગમાં સપડાયેલી જોવા મળી રહી છે. આ ઘટના હૈદરાબાદની છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

લેમ્બૉર્ગિની (ફાઈલ તસવીર)

Lamborghini set on fire: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પીળા કલરની લેમ્બોર્ગિની આગમાં સપડાયેલી જોવા મળી રહી છે. આ ઘટના હૈદરાબાદની છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

હૈદરાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે લગ્ઝરી સ્પૉર્ટ્સ કાર `લેમ્બોર્ગિની`ને આગને હવાલે કરી દીધી છે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પ્રમાણે કારને આગ લગાડનાર શખ્સ જૂની કારની ખરીદ-વેચાણનું કામ કરતો હતો અને તેનો `લેમ્બોર્ગિની`ના માલિક સાથે વિવાદ ચાલી રહ્યો હતો, જેને કારણે તેની સાથે વેર વાળવા તેણે આ ઘટનાને અંજામ આપ્યો.

આગમાં લપેટાયેલી લેમ્બોર્ગિનીનો વીડિયો વાયરલ
આ ઘટના 13મી એપ્રિલની સાંજે હૈદરાબાદની બહારના વિસ્તારમાં `મામિદિપલ્લી રોડ` ખાતે બની હતી. માઇક્રોબ્લોગિંગ સાઇટ ‘X’ પર ‘@ChotaNewsTelugu’ નામના પેજ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા છે. પહેલો વીડિયો 30 સેકન્ડનો છે, જેમાં પીળા રંગની `લેમ્બોર્ગિની` જ્વાળાઓથી ઘેરાયેલી જોવા મળે છે. કારનો 80 ટકા સુધીનો ભાગ બળી ગયેલો જોવા મળે છે. બીજો વીડિયો પહારી શરીફ પોલીસ સ્ટેશનનો છે. (Lamborghini Set on Fire)

માલિક લેમ્બોર્ગિની વેચવા માંગતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, 2009 મોડલની કાર `લેમ્બોર્ગિની`ના માલિક તેને વેચવા માગતા હતા, જેની કિંમત એક કરોડ રૂપિયા સુધીની હોવાનો અંદાજ હતો અને તેણે તેના કેટલાક મિત્રોને ખરીદનારની શોધ વિશે જણાવ્યું હતું. કાર સળગાવનાર મુખ્ય આરોપી જૂની કારના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલો છે. 13મીએ આરોપીએ કાર માલિકના મિત્રને ફોન કરીને કાર લાવવા કહ્યું કારણ કે કાર માલિકનો તે મિત્ર આરોપીનો ઓળખીતો હતો.

પૈસા બાબતે ઝઘડો થયો હતો
Lamborghini Set on Fire: કાર લાવ્યા બાદ આરોપીએ અન્ય કેટલાક લોકો સાથે મળીને લેમ્બોર્ગિની પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દીધી હતી. બાદમાં કાર માલિકે આરોપી સામે પોલીસ કેસ નોંધાવ્યો હતો. ફરિયાદના આધારે, પોલીસે IPC કલમ 435 (નુકસાન કરવાના ઈરાદાથી કોઈપણ મિલકતને આગ અથવા કોઈપણ વિસ્ફોટક પદાર્થ દ્વારા બાળી નાખવી) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન, આરોપીએ જણાવ્યું કે કારના માલિકે તેને પૈસા આપવાના હતા, જે તે ચૂકવવાનો ઇનકાર કરી રહ્યો હતો, તેથી તેણે તેની લેમ્બોર્ગિનીને સળગાવી દીધી.

ઉલ્લેખનીય છે કે સ્વાદના શોખીનોની સૌથી ફેવરિટ પાણીપૂરી ફુદીનાથી લઈને આંબલી સુધીની સંખ્યાબંધ ફ્લેવરમાં મળે છે, પણ બૅન્ગલોરમાં એક વેન્ડરે અસલી સોના-ચાંદી સાથેની પાણીપૂરી વેચવાનું શરૂ કર્યું છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે આવી પાણીપૂરીનો વિડિયો શૅર કરતાં કમેન્ટ-સેક્શનમાં લોકો તૂટી પડ્યા હતા. પાણીપૂરીની આ ડિશમાં પૂરીમાં ડ્રાયફ્રૂટ્સ અને મધ ઉમેરવામાં આવે છે, જ્યારે પાણીને બદલે ઠંડાઈનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે પૂરી પર ગોલ્ડ અને સિલ્વરની ખાઈ શકાય એવી પરત મૂકવામાં આવે છે. વિડિયો પોસ્ટ કરનારે આ પાણીપૂરીની પ્રાઇસ તો શૅર કરી નહોતી, પણ એ મોંઘી હશે એ નક્કી. કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે ‘પાનીપૂરી કો પાનીપૂરી રહને દો, મહલોં કી રાની મત બનાઓ.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘આ ડિશને બપ્પી લાહિરી પાણીપૂરી નામ આપવું જોઈએ.’

social media viral videos offbeat news hyderabad national news