19 April, 2025 07:02 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
દુર્ઘટનાની તસવીર
મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર પુણેમાં ખેડ-શિવાપુર પાસે ગઈ કાલે બપોરે એક ખાનગી વૉલ્વો બસમાં આગ ફાટી નીકળી હતી. બસની નીચેથી ધુમાડો નીકળી રહ્યો છે એ જોઈને બસ-ડ્રાઇવરે બસ સાઇડ પર લઈને ઊભી રાખી દીધી હતી. તરત જ બધા પૅસેન્જરો બસમાંથી ઊતરી ગયા હતા. એ પછી થોડી જ ક્ષણોમાં બસ ભડભડ સળગી ઊઠી હતી. આ બાબતે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ તો ઓલવી હતી, પણ એ પહેલાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે શૉર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હતી.