BMCના ઇલેક્શનમાં ૧,૦૩,૪૪,૩૧૫ મતદારો ૧૭૦૦ ઉમેદવારમાંથી ૨૨૭ નગરસેવક ચૂંટશે

13 January, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NMMCના કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારી કૈલાશ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને સુધરાઈના ૨૪ ઍડ્મિનિસ્ટ્રેટિવ વૉર્ડમાં વિભાગવામાં આવી છે અને એમાં પણ સુધરાઈની ચૂંટણીના ૨૨૭ પ્રભાગના મુંબઈગરાઓના પ્રતિનિધિ ચૂંટી કાઢવા ગુરુવારે ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીની મહાયુતિ હેઠળ લડી રહી છે, જ્યારે અજિત પવારની અને શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી એકલે હાથે આ ચૂંટણી લડી રહી છે. કૉન્ગ્રેસ અને વંચિત બહુજન આઘાડી સાથે મળીને લડી રહ્યાં છે, જ્યારે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે મળીને લડી રહ્યાં છે. 

નવી મુંબઈના ૯.૫ લાખ મતદારો ચૂંટશે ૧૧૧ નગરસેવક

રાજ્યની ૨૯ મહાનગરપલિકાની ચૂંટણી ગુરુવારે થવાની છે જેમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની ચૂંટણીમાં ૯.૫૦ લાખ મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ૧૧૧ નગરસેવકોને ચૂંટી કાઢશે. NMMCના કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારી કૈલાશ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે અને લોકો તેમનો મતાધિકાર બજાવી શકે એ માટે અમે અનેક સુવિધાઓ પણ પ્રોવાઇડ કરી રહ્યા છીએ. વોટ આપવા આવનાર વૃદ્ધો અને અપંગો માટે અમે વ્હીલચૅર રાખી છે અને તેમને મદદ કરવા વૉલ​ન્ટિયર્સ તહેનાત કર્યા છે.      

આંકડાબાજી
વૉર્ડ : ૨૮
કુલ બેઠક : ૧૧૧ 
ઉમેદવારોની સંખ્યા  : ૪૯૯
કુલ મતદાર : ૯,૪૮,૪૬૦
પુરુષ મતદાર : ૫,૧૬,૨૬૭
મહિલા મતદાર : ૪,૩૨,૦૪૦ 
તૃતીયપંથી : ૧૫૩ 
પોલિંગ-લોકેશન : ૧૮૫
પોલિંગ-બૂથ : ૧,૧૪૮ 

 

mumbai news mumbai bmc election municipal elections political news