29 December, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગીધ
પેંચ ટાઇગર રિઝર્વમાં છોડવામાં આવેલા ગીધે ૧૭ દિવસમાં લગભગ ૭૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં આ ગીધ નાશિક જિલ્લાના યંબકેશ્વર નજીક અંજનેરી ટેકરીઓ નજીક પહોંચી ગયું હોવાની માહિતી ફૉરેસ્ટ અધિકારી પાસેથી મળી હતી. ટૅગ સાથે આ ગીધને ૧૧ ડિસેમ્બરે છોડવામાં આવ્યું ત્યારથી વન્યજીવના સંશોધકો આ ગીધની ગતિવિધિઓનો અભ્યાસ કરી રહ્યા છે. નાગપુર, વર્ધા, યવતમાળ, હિંગોલી, જાલના અને છત્રપતિ સંભાજીનગરમાંથી પસાર થઈને આ ગીધ નાશિક પહોંચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જ બૅચનું બીજું એક ગીધ ગડચિરોલી જિલ્લાના ધાનોરા પહોંચ્યું હતું.