Mumbai Rains: આગામી 24 કલાકમાં વધી શકે છે મુંબઇકરની મુશ્કેલી

31 August, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇના ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ આગામી 24 કલાક દરમિયાન શહેર અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની સાથે જૂદાં જૂદાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા પણ દર્શાવી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જણાવવાનું કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD)એ પહેલાથી જ ચેતવણી આપતા કહ્યું કે મુંબઇમાં મંગળવારે સામાન્યથી વધારે વરસાદની શક્યતા છે. મુંબઇના ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ આગામી 24 કલાક દરમિયાન શહેર અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની સાથે જૂદાં જૂદાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા પણ દર્શાવી છે.

આઇએમડીએ ટ્વીટ કરીને કહ્યું કે, "વિદર્ભના પશ્ચિમી ભાગમાં ઓછા દબાણના ક્ષેત્રને કારણે, મુંબઇ અને તેના ઉપનગરોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે અને મોટાભાગના સ્થળો પર મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે."

નોંધનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થશે. રાજ્યના મુંબઇ, થાણે, ઉત્તર કોંકણમાં જોરદાર વરસાદ આવવાનું અનુમાન છે. આઇએમડીએ એ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસોથી રાજ્યમાં રિમઝિમ વરસાદ આી રહ્યો હતો, પણ હવે ભારે વરસાદ થશે. જણાવવાનું કે છત્તીસગઢમાં ઓછા દબાણના ક્ષેત્ર તૈયાર થવાને કારણે તેનું પ્રભાવ મહારાષ્ટ્રમાં પડવાનું અનુમાન જણાવવામાં આવ્યું છે. મુંબઇ સહિત થાણે, પાલઘર, મરાઠવાડા, કોંકણ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઉત્તરી ભાગમાં ખૂબ વરસાદ થશે. હવામાન વિભાગ પ્રમાણે કુલ 18 જિલ્લામાં જોરદાર વરસાદનું અનુમાન છે.

mumbai mumbai news mumbai rains mumbai weather