02 January, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)
નવા વર્ષનું સ્વાગત મુંબઈની લાઇફલાઇન દ્વારા એની આઇકૉનિક સ્ટાઇલમાં કરવામાં આવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ૩૧ ડિસેમ્બરની રાતે બરાબર બાર વાગ્યે તારીખ બદલાતાં સ્ટેશન પર ઊભેલી બધી જ લોકલ ટ્રેનોમાં એક જ લયમાં હૉર્ન વગાડીને ૨૦૨૬ના વર્ષનું સ્વાગત કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેશન પર પૅસેન્જર્સ ૧૨ વાગવાની રાહ જોઈ રહ્યા હતા. હૉર્ન સૅલ્યુટ સાથે બધા જ મુસાફરોએ એકસાથે ‘હૅપી ન્યુ યર’ વિશ કરતાં રોમાંચિત થઈ ગયા હતા.
૩૧ ડિસેમ્બરની રાત્રે મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ સુરક્ષા-વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા મરીન ડ્રાઇવ અને ગિરગામ ચોપાટી પર આંટો માર્યો હતો. એ વખતે નાગરિકોને તેમણે નવા વર્ષની શુભકામના આપી હતી અને શહેરના ટૉપ કૉપની વિશિઝ મેળવવામાં એક નાની બેબીનો પણ સમાવેશ હતો.