23 August, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વંદે ભારત ટ્રેન
મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આવતી કાલ ૨૪ ઑગસ્ટથી નવસારી પર વધારાનું સ્ટૉપેજ આપવામાં આવ્યું હોવાનું વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘લોકોને સુવિધા મળી રહે એ માટે વંદે ભારતને નવસારી સ્ટૉપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૪ ઑગસ્ટથી ટ્રેન-નંબર ૨૦૯૦૧ (મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કૅપિટલ) સવારે ૮.૪૩ વાગ્યે નવસારી આવશે અને ૮.૪૫ વાગ્યે ઊપડશે, જ્યારે ૨૩ ઑગસ્ટથી ૨૦૯૦૨ (ગાંધીનગર કૅપિટલ-મુંબઈ સેન્ટ્રલ) સાંજે ૫.૨૭ વાગ્યે નવસારી આવશે અને ૫.૨૯ ઊપડશે. લોકો ટિકિટ બુક કરાવવા માટે રેલવેના પોર્ટલ પર એ માટેની જાણકારી મેળવી શકે છે.’