10 January, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેએ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ટિકિટ-ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન સબર્બન અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ૧૦૪ કરોડ રૂપિયાથી વધુ દંડની રકમ વસૂલ કરી હતી. એમાં એકલા મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી જ ૩૩.૯૮ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. ડિસેમ્બરમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા ૧.૮૯ લાખ લોકો પાસેથી ૧૦.૯૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.