મુંબઈ ઍરપોર્ટની આ કાર્પેટ વિખ્યાત શેફ વિકાસ ખન્નાને જીવલેણ કેમ લાગે છે?

05 January, 2026 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાસ ખન્નાની આ પોસ્ટ વાઇરલ થયા બાદ અનેક લોકોએ કમેન્ટ કરીને તેમની એ વાતને સમર્થન આપ્યું છે.

વિકાસ ખન્નાની વાઇરલ પોસ્ટ

જાણીતા શેફ વિકાસ ખન્નાએ મુંબઈ ઍરપોર્ટની કાર્યકુશળતા અને ઑપરેશન્સનાં વખાણ કર્યાં છે પણ સાથે જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કહ્યું છે કે ઍરપોર્ટ પર બિછાવવામાં આવેલી કાર્પેટ ભલે સરસ છે પણ એ ક્લીન થઈ શકે એમ નથી એથી હું બહુ સ્ટ્રૉન્ગલી ઍરપોર્ટ ઍડ્‍મિનિસ્ટ્રેશનને વિનંતી કરીશ કે કાર્પેટ હટાવી લો, ઍરપોર્ટ પર આવતા જે પ્રવાસીઓને અસ્થમા કે શ્વાસને લગતી બીજી બીમારીઓ હશે તેમને માટે એ મુશ્કેલી સર્જી શકે છે એટલું જ નહીં, એ જીવલેણ પણ બની શકે છે. વિકાસ ખન્નાની આ પોસ્ટ વાઇરલ થયા બાદ અનેક લોકોએ કમેન્ટ કરીને તેમની એ વાતને સમર્થન આપ્યું છે.

mumbai news mumbai mumbai airport vikas khanna social media life masala