ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાની પશ્ચિમ પાંખની આવતી કાલે પ્રથમ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ

23 October, 2021 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ટુર્નામેન્ટનો હેતુ સીએ વ્યવસાયિકો વચ્ચે નેટવર્કિંગ અને એકજૂટતા વધારવાનો છે.

આયોજકોની મિટિંગ દરમિયાનની તસવીર

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)ના વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલ (WIRC)એ ૨૪ ઑક્ટોબર ૨૦૨૧ને રવિવારે અંધેરી સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ લેશે. ગુજરાતી મિડ-ડે ડિજિટલ આ ઇવેન્ટ માટે મીડિયા પાર્ટનર છે.

WIRCના ચેરમેન સીએ મનીષ ગાડિયા અને રિજનલ કાઉન્સિલ મેમ્બર સીએ આનંદ જખોટિયા ઇવેન્ટના આયોજકો છે. સીએ વિરાગ શાહ, સીએ લવીશ વેદ, સીએ મુકુલ મહેશ્વરી, સીએ પલાશ કોઠારી, સીએ શ્રદ્ધા દેઢિયા, સીએ સાક્ષી લાઠ અને સીએ અદિતી શાહ આ ઇવેન્ટના કો-ઓર્ડિનેટર્સ છે. આ ઇવેન્ટના મુખ્ય અતિથિ ICAIના પ્રેસિડેન્ટ સીએ નિહાર જાંબુસરિયા છે.

આ સંદર્ભે વાત કરતા ટુર્નામેન્ટના કો-ઓર્ડિનેટર વિરાગ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આ ટુર્નામેન્ટનો હેતુ સીએ વ્યવસાયિકો વચ્ચે નેટવર્કિંગ અને એકજૂટતા વધારવાનો છે. આ ટુર્નામેન્ટ જાહેર થતાં જ ૨૪ કલાક કરતાં ઓછા સમયમાં ટીમનું બૂકિંગ થઈ ગયું હતું.”

આ ઇવેન્ટને કોસ્મોસ કો-ઓપ બેંક લિમિટેડ, ક્રેસ્ટન એસજીસીઓ, ધર્મનંદન ડાઇમન્ડસ, મીડિયા ચટની સહિત મીવી બાર તરફથી પણ સહયોગ મળ્યો છે.

આ ઇવેન્ટમાં ૮ જૂથોની ૩૨ ટીમો પુરુષો રમશે, જેમાં દરેકમાં ૧૦ ખેલાડીઓ હશે. પુરુષોની ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં થશે, જેમાં નોક આઉટ, ક્વોલિફાયર, સેમીફાઇનલ અને ફાઇનલ હશે. જ્યારે મહિલાઓ માટે લીગ, ક્વોલિફાયર, સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ હશે. આ ટુર્નામેન્ટમાં ત્રણ મહિલા ટીમે ભાગ લીધો છે. આ કાર્યક્રમ સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી ચાલશે અને તેની સાથે નાસ્તો, બપોરનું ભોજન અને ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇવેન્ટ પહેલા, ટીમ WIRCએ દરેક ટીમના કેપ્ટન સાથે ઝૂમ કોલ પણ કર્યો હતો અને તેઓ ઇવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત હોવાનું જણાય છે. પશ્ચિમ ક્ષેત્રના વિવિધ ભાગોમાંથી આવતા સાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને મળવાની આ તક માટે દરેક ખૂબ જ ઉત્સાહિત છે.

ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટમાં ૪૦૦થી વધુ સીએ ભાગ લેશે.

mumbai news mumbai gujarati mid-day