✕

વડાલામાં ટ્રકની અડફેટે આવેલી મહિલાનું મોત

12 October, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડાલાના ગણેશનગર વિસ્તારમાં એક ટ્રકે એક મહિલાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

પ્રતીકાત્મક તસવીર

વડાલાના ગણેશનગર વિસ્તારમાં એક ટ્રકે એક મહિલાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ આખી ઘટના નજીકમાં લગાડેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. 
વિડિયો-ફુટેજ મુજબ તે મહિલા રસ્તો ક્રૉસ કરવા આગળ વધી હતી. એ વખતે ટ્રકની સ્પીડ એકદમ જ ઓછી હતી. ટ્રકે પહેલાં મહિલાને ટક્કર મારતાં તે રસ્તા પર પટકાઈ હતી. એ પછી પણ ટ્રક-ડ્રાઇવરે ટ્રક આગળ લીધી હતી જેને કારણે ધીમે-ધીમે આગળ વધેલી ટ્રકનું આગળનું જમણી બાજુનું પૈડું મહિલા પરથી ફરી વળ્યું હતું. તરત જ લોકો જમા થઈ ગયા હતા. જીવ ગુમાવનાર તે મહિલાનું નામ અમીના અન્સારી હોવાની જાણ થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થોડા વખત માટે રસ્તારોકો કરી દીધું હતું. પોલીસને જાણ થતાં એ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ટ્રક અને ટ્રક-ડ્રાઇવરને પોલીસ-સ્ટેશને લઈ જઈને તેની સામે ગુનો નોંધ્યો હતો. 

mumbai news mumbai wadala road accident mumbai police