29 October, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તપાસ દરમિયાન પોલીસે આરોપીના મોબાઇલ ફોનમાંથી 17 વીડિયો જપ્ત કર્યા.
વીક-એન્ડમાં પનવેલમાં આવેલા એક ફાર્મહાઉસમાં રોકાવા ગયેલી મહિલાને કડવો અનુભવ થયો હતો. પરિવાર સાથે રોકાવા ગયેલી આ મહિલાએ ફાર્મહાઉસના બાથરૂમમાં એક નાની લાલ રંગની લાઇટ બ્લિન્ક થતી જોઈ હતી. આ વાતની ફરિયાદ કરવા તે મૅનેજરની ઑફિસમાં ગઈ ત્યારે મૅનેજર તેના મોબાઇલમાં એ જ બાથરૂમની ક્લિપ જોઈ રહ્યો હતો જેને લીધે તેનો ભાંડો ફૂટ્યો હતો.
ફાર્મહાઉસના મૅનેજરે આ મહિલા રોકાઈ હતી એ રૂમના બાથરૂમમાં સ્પાય કૅમેરા ગોઠવીને તેના વિડિયો લીધા હતા. મૅનેજરની હરકત પકડાઈ જતાં પરિવારજનની મદદથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે તળોજા પોલીસે તપાસ કરતાં ફાર્મહાઉસના મૅનેજર મનોજ ચૌધરીએ તેનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે રવિવારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.