મહિલા વકીલે સમીર વાનખેડે પર વસુલીનો આક્ષેપ કર્યો, એફઆઈઆર નોંધવા કર્યો અનુરોધ

26 October, 2021 03:01 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વકીલ સુધા દ્વિવેદીએ એનસીબીના ઝોનલ ઓફિસર સમીર વાનખેડે  અને અન્ય પાંચ સહિત વિરુદ્ધ ક્રુઝ પર માદક પદાર્થ મામલે જબરદસ્તીથી વસુલી કરવાના આક્ષેપ સાથે એફઆઈઆર દાખલ કરવાનો અનુરોધ કર્યો છે.

સમીર વાનખેડે

મુંબઈ પોલીસની એક વકીલ સુધા દ્વિવેદીએ એનસીબીના ઝોનલ ઓફિસર સમીર વાનખેડે  અને અન્ય પાંચ સહિત વિરુદ્ધ ક્રુઝ પર માદક પદાર્થ મામલે જબરદસ્તીથી વસુલી કરવાના આક્ષેપ સાથે એફઆઈઆર દાખલ કરવાનો અનુરોધ કર્યો છે. આ માહિતી એક અધિકારીએ આપી છે. 

અધિકારીના જણાવ્યા મુજબ, વકીલ સુધા દ્વિવેદીએ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન અને સંયુક્ત પોલીસ કમિશનર મિલિંદ ભારંભે અને રાજ્ય ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના કાર્યાલયોને લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં દ્વિવેદીએ વાનખેડે અને પ્રભાકર સાઈલ અને કે. પી. ગોસાવી અને અન્ય પાંચને એફઆઈઆર નોંધવા વિનંતી કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ આ મામલે કહ્યું કે અમને ફરિયાદ મળી છે, પરંતુ હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

નોંધનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈના રિજનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દિલ્હીમાં NCB ઓફિસ પહોંચ્યા છે. સંભવતઃ અહીં તેઓ વધુ વ્યૂહરચના પર ચર્ચા કરશે.

mumbai mumbai news NCB Narcotics Control Bureau