✕

દેશનાં તમામ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોની સંસ્કૃતિ, તહેવારો અને કલાને દર્શાવતી ૭૫ કેક

17 November, 2026 10:49 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

કેક અને કુકીઝમાં કંડાર્યો ઇન્ડિયાનો સાંસ્કૃતિક વારસો: પુણેમાં ૩૭ કલાકારોએ ૪૫૫ કલાકૃતિઓ રજૂ કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

કેક અને કુકીઝમાં કંડાર્યો ઇન્ડિયાનો સાંસ્કૃતિક વારસો: પુણેમાં ૩૭ કલાકારોએ ૪૫૫ કલાકૃતિઓ રજૂ કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

પુણેની એક રૉયલ આઇસિંગ આર્ટિસ્ટ અને દેશભરના અન્ય ૩૬ સાથી-કલાકારોએ ભેગા મળીને ઇન્ડિયાના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી ૪૫૫ કેક અને કુકીઝનું પ્રદર્શન યોજીને નવો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.
આ પ્રદર્શનમાં કલાકારો દ્વારા તૈયાર કરાયેલી ૭૫ કેક અને આ સમગ્ર પહેલનું ક્યુરેશન તેમ જ આયોજન કરનાર પ્રાચી દેબ દ્વારા હાથેથી બનાવાયેલી ૩૮૦ રૉયલ આઇસિંગ કુકીઝનો સમાવેશ થતો હતો. આ કેકમાં દેશનાં તમામ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોનાં તહેવારો, વિધિઓ, પૌરાણિક કથાઓ, સ્થાપત્ય, વસ્ત્રકલા અને વિવિધ કલા સ્વરૂપોની ઝલક રજૂ કરવામાં આવી હતી.
‘લાર્જેસ્ટ ડિસ્પ્લે ઑફ કેક્સ ઍન્ડ કુકીઝ સેલિબ્રેટિંગ ધ કલ્ચરલ હેરિટેજ ઑફ એવરી ઇન્ડિયન સ્ટેટ ઍન્ડ યુનિયન ટેરિટરી’ શીર્ષક હેઠળના આ રેકૉર્ડને વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સ, લંડન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સુચિતા શુક્લાએ જણાવ્યું હતું કે વર્લ્ડ રેકૉર્ડ માટે આ પ્રકારનો પ્રયાસ પહેલી વાર કરવામાં આવ્યો છે. આ રેકૉર્ડનું સર્ટિફિકેટ પ્રાચી દેબના નામે ઇશ્યુ કરવામાં આવ્યું હતું. 
તમામ કલાકારો ૧૫ નવેમ્બરે પોતાની કલાકૃતિઓ સાથે પુણે પહોંચ્યા હતા જેમાં સમુદ્રમંથન, બરસાના અને નંદગાંવની લઠમાર હોળીની ઉજવણી, મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ અને ખાસી સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ ઉપરાંત પુણેની અદિતિ ગરવારેએ પરંપરાગત મહારાષ્ટ્રિયન પેશવાઈ લગ્નની ઝાંકી કેક પર કંડારી હતી. 

pune pune news guinness book of world records social media maharashtra news maharashtra