નાયલૉનના પ્રતિ‌બંધિત માંજાને કારણે પોલીસ-ઑફિસરનો જીવ જતાં બચ્યો

19 January, 2021 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાયલૉનના પ્રતિ‌બંધિત માંજાને કારણે પોલીસ-ઑફિસરનો જીવ જતાં બચ્યો

વરલીના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર

નાયલૉનના માંજાના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં  એનો પતંગ ઉડાડવા માટે હજી વ્યાપકપણે ઉપયોગ થાય છે અને એને લીધે શનિવારે વરલીના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર કોર્ટમાં જઈ રહ્યા એ વખતે તેમના ગળામાં આ માંજો ફસાઈ ગયો હતો અને એને લીધે ગળામાં ઊંડો ઘા થયો હતો. જોકે તેમને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમણે ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધી છે.

વરલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર રાકેશ ગવળી શનિવારે ટૂ-વ્હીલર પર સેશન્સ કોર્ટ જઈ રહ્યા હતા. જેજે રોડ જંક્શન પર અચાનક માંજો તેમના ગળામાં અટવાઈ ગયો અને એનાથી તેમના ગળામાં ઊંડો ઘા પડી ગયો હતો. તેમના ગળામાંથી લોહી વહેતું જોઈને ફરજ પરના ટ્રાફિક-પોલીસ તેમની મદદે દોડી ગયા હતા અને તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા. એમઆરએ માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આંનદા હોડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા ચાઇનીઝ માંજાનો ઉપયોગ કરવા ગુનો છે. પર્યાવરણ ઍક્ટ ૧૯૮૬ને ધ્યાનમાં રાખતાં અજાણ્યા યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news worli makar sankranti mumbai police