Anti child labor day: બાળ મજૂરીથી છીનવાયું બાળકોનું બાળપણ

12 June, 2021 05:33 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પરિવાર માટે નાની વયમાં જ કમાણીનો ભાર. કામ કરવાની મજબૂરીએ બાળકોનું બાળપણ છીનવી લીધું છે.

પ્રતિકાત્મક ફોટો ( સૌજન્ય: મુંબઈ પોલીસ ટ્વિટર)

પરિવાર માટે નાની વયમાં જ કમાણીનો ભાર. કામ કરવાની મજબૂરીએ બાળકોનું બાળપણ છીનવી લીધું છે. દેશમાં ઘણા એવા કિસ્સાઓ છે, જેમાં કુટુંબમાં કોઈ વડીલો નથી જે કમાઈ શકે અને ઘણા કેસોમાં માતા પિતાના ખરાબ વ્યસનને કારણે બાળકોને મજૂર તરીકે કામ કરવું પડે છે. મજૂર વિભાગે છેલ્લા ત્રણ વર્ષમાં 3120 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કર્યા છે.

નાયબ શ્રમ આયુક્ત ધર્મેન્દ્રકુમારસિંહે જણાવ્યું હતું કે ગત વર્ષે વિશેષ અભિયાન ચલાવીને બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતા. આ અભિયાનમાં 93 બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન મોટાભાગના બાળકોએ પિતાની ગરીબી અને માદક દ્રવ્યોને કારણે કામ કરવાની મજબૂરી હોવાનું જણાવ્યું હતું. આ બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવવાની સાથે સાથે વાલીઓને સરકારી યોજનાઓનો પણ લાભ મળ્યો છે. 

મળતી માહિતી અનુસાર યુનિસેફના સહયોગથી નયા સવેરા યોજના હેઠળ વર્ષ 2018-21 સુધીમાં 3120 બાળકોને મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. બાલ શ્રમિક વિદ્યા યોજના હેઠળ 35 બાળકોને ચિહ્નિત કરવામાં આવ્યાં હતા. તેમને પાંચ વર્ષ સુધી દર મહિને આર્થિક સહાય મળશે. યુવતીને 1200 રૂપિયા સહાય આપવામાં આવશે. જો તેઓ વિવિધ યોજનાઓમાં લાયક હોય તો તેમના માતાપિતાને લાભ આપવામાં આવશે.

આગ્રામાં શ્રમ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 3120 બાળકોને મુક્ત કરવામાં આવ્યાં છે, જે બાલ મજૂરી કરતા હતાં. મોટા ભાગના બાળકોએ મજૂરી કરવા પાછળ કોઈના કોઈ મજબુરી હોવાનું જાણવા મળ્યું છે. 

anti child labor day child national news