ગેંગસ્ટર છોટા રાજન એઈમ્સમાંથી ડિસ્ચાર્જસ, તિહાર જેલમાં પરત મોકલવામાં આવ્યો

31 July, 2021 05:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પેટમાં દુઃખાવો થવાથી છોટા રાજનને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

છોટ રાજન

ગેંગસ્ટર છોટા રાજનને પેટમાં દુખાવાને કારણે મંગળવારે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. એઈમ્સમાં સારવાર લીધા બાદ ગેંગસ્ટર છોટા રાજનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાંથી છોટા રાજનને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

61 વર્ષના છોટા રાજને અચાનક પેટમાં પીડા થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ શુક્રવારે સાંજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.    

દિલ્હી જેલના ડિરેક્ટર જનરલ સંદીપ ગોયલે કહ્યું હતું કે રાજનને એમ્સમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેને પરત  જેલમાં મોકલવામાં આવ્યો છે.

આ અગાઉ એપ્રિલમાં રાજન કોરોનાથી સંક્રમિત થયો હતો. છોટા રાજનનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ સારવાર બાદ તેને જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો. રાજન 2015 માં ઇન્ડોનેશિયાના બાલીથી દેશનિકાલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે.  

chhota rajan national news tihar jail