આયશા સુલ્તાનાનના કેસને લઈ લક્ષદ્વિપ ભાજપમાં ફાડ, 15 ભાજપ નેતાઓએ આપ્યું રાજીનામું

12 June, 2021 06:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

એક તરફ ભાજપ પાર્ટી અધ્યક્ષે આયેશા સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે અને બીજી તરફ પાર્ટીના 15 નેતાઓએ રાજીનામું આપી દીધું છે.

પ્રતિકાત્મક ફોટો

લક્ષદ્વિપની ફિલ્મ નિર્માતા આયેશા સુલ્તાના સામે લક્ષદ્વિપના શાસક પ્રફુલ પટેલને જૈવિક શસ્ત્ર કહેવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ થયા બાદ ભાજપ પ્રદેશમાં બે ફાડ પડી ગઈ છે. એક તરફ પાર્ટી અધ્યક્ષે આયેશા સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે અને બીજી તરફ પાર્ટીના 15 નેતાઓએ રાજીનામું આપી દીધું છે.

રાજીનામું આપનાપ ભાજપના નેતાઓનું કહેવું છે આયશા સુલ્તાના પર લગાવેલા આક્ષેપ પાયાવિહોણા અને ખોટા છે. તેમજ તેમણે જણાવ્યું કે તેઓ આયશા સુલ્તાનાના સમર્થનમાં છે. કાવારત્તી પોલીસે લક્ષદ્વિપ એકમ ભાજપ પ્રમુખ સી અબ્દુલ ખાદર હાજીની ફરિયાદ પર આયશા સુલ્તાના સામે કેસ નોંધ્યો છે. 

પક્ષમાંથી રાજીનામું આપનારાઓમાં ભાજપના પ્રદેશ સચિવ અબ્દુલ હામિદ મુલીપુરા, વકફ બોર્ડના સભ્ય ઉમ્મુલ કુલસ પુથિયાપુરા, ખાદી બોર્ડના સભ્ય સૈફુલ્લાહ પાક્કીયોડા, ચેતલાટ યુનિટના સેક્રેટરી જબીર સલિહથ મંઝિલ અને પાર્ટીના કાર્યકરો સામેલ છે.

તાજેતરમાં જ એક ન્યૂઝ ચેનલમાં ડિબેટ દરમિયાન આયશા સુલ્તાનાએ પ્રફુલ પટેલ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે  અગાઉ લક્ષદ્વીપમાં કોવિડ-19ના ઝીરો કેસ હતા. હવે રોજના 100 કેસ નોંધાઈ રહ્યા છે. હું એવું સ્પષ્ટ કહી શકુ છું કે કેન્દ્ર સરકારે જૈવ હથિયાર તહેનાત કર્યા છે. આયશાની આ ટિપ્પણીને લઈ ભાજપના કાર્યકર્તાઓઅ રોડ પર ઉતરી વિરોધ પણ કર્યો હતો. ભાજપના લક્ષદ્વીપના વડા સી અબ્દુલ ખાદર હાજીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે અને તેમના પર "કેન્દ્ર સરકારની દેશભક્તિની છબીને કલંકિત કરવાનો આરોપ મૂક્યો છે. આયેશા સુલ્તાના પહેલાથી જ એડમિનિસ્ટ્રેટરના વિવાદિત નિર્ણયોની ટીકા કરી રહ્યા છે.  

national news indian politics bhajap