કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું 80 વર્ષની વયે નિધન

13 September, 2021 06:19 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું સોમવારે મેન્ગલુરુમાં નિધન થયું છે.  

ઓસ્કર ફર્નાન્ડિસ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું સોમવારે મેન્ગલુરુમાં નિધન થયું છે.  તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

ઓસ્કર ફર્નાન્ડિસને આ વર્ષે જુલાઇમાં તેમના ઘરે યોગ કરતી વખતે પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં મગજમાં ગાંઠ હોવાને કારણે તેમની સર્જરી કરવામાં આવી હતી અને તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.

ફર્નાન્ડિસે યુપીએ સરકારમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી તરીકે સેવા આપી હતી. રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના ગણાતા  હતાં. ઓસ્કર ફર્નાન્ડિસ 1980 માં કર્ણાટકના ઉડુપી મતવિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ 1984, 1989, 1991 અને 1996 માં ફરી એક જ મતવિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાયા હતા.

1998 માં ઓસ્કર ફર્નાન્ડિસ રાજ્યસભા માટે ચૂંટાયા અને 2004 માં ઉપલા ગૃહમાં ફરી ચૂંટાયા હતાં.

national news congress