22 April, 2026 09:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં રહેતા આશરે ૧ કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતથી ૧૧.૩ લાખથી વધુ મુસાફરો કમર્શિયલ અને વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત પાછા ફર્યા છે.
સરકાર ભારતીય નાગરિકોના પરત ફરવા માટે સક્રિયપણે સુવિધા આપી રહી છે. વિમાન ઉપરાંત જમીન માર્ગોથી આર્મેનિયા અને અઝરબૈજાન દ્વારા ભારતીયો સ્વદેશ પાછા ફરે છે. ફ્લાઇટ્સ હજુ પણ કાર્યરત છે, પરંતુ ક્યારેક એકાએક અૅર-સ્પેસ બંધ કરી દેવામાં આવે છે. દુબઈ અને અબુ ધાબીથી રેગ્યુલર ફ્લાઇટ આવે છે પણ કતરથી ઘણી ઓછી ફ્લાઇટ ઉપલબ્ધ છે. ઇરાક અને ઈરાનથી આવનારી ફ્લાઇટો ઘણી જ ઓછી છે કારણ કે ત્યાં ઍર સ્પેસ વારંવાર બંધ થાય છે.