1 July 2025 New Rules: આધાર-પૅનકાર્ડથી લઈને રેલવે ટિકિટ બુકિંગમાં આજથી મહત્વના ફેરફાર- જાણી લો

01 July, 2025 09:16 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

1 July 2025 New Rules: આ જે ફેરફારનો નિર્ણય ખાસ કરીને ડિજિટલ લેવડ દેવડને વધુ સુગમ બનાવવા અને કાનૂની વ્યવસ્થાને વધારે મજબૂત કરવા માટે કરાયો છે.

પ્રતીકાત્મક તસવીર

આજે પહેલી જુલાઇથી દેશમાં વિવિધ ક્ષેત્રમાં નવા નિયમો (1 July 2025 New Rules) આવી ગયા છે. ખાસ કરીને રેલવે અને બેન્કિંગ ક્ષેત્રમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. જે જાણી લેવા અત્યંત જરૂરી છે. નવા નિયમને લઈને સરકાર અને બેન્કોએ જણાવ્યું છે કે આ જે ફેરફારનો નિર્ણય ખાસ કરીને ડિજિટલ લેવડ દેવડને વધુ સુગમ બનાવવા અને કાનૂની વ્યવસ્થાને વધારે મજબૂત કરવા માટે કરાયો છે.

પૅનકાર્ડ માટે આધાર જરૂરી છે

આજથી એટલે કે 1 જુલાઈ (1 July 2025 New Rules)થી નવા પૅ નકાર્ડ બનાવવા માટે થોડાક નિયમો બદલાયા છે હવે પૅનકાર્ડ તૈયાર કરાવવું હશે તો તેમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું છે. પહેલાં ડ્રાઇવિંગ લાયસન્સ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો આપવાથી પૅનકાર્ડ તૈયાર કરી આપવામાં આવતું હતું. પરંતુ હવે માત્ર આધાર જ જરૂરી છે. આ સાથે જ જે લોકો પાસે પૅનકાર્ડ છે પરંતુ તેમણે તેને આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો તે લોકોએ 31 ડિસેમ્બર સુધી તે કરાવી લેવું જરૂરી છે. જો આવું નહીં કરવામાં આવે તો પૅનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

તત્કાલ ટ્રેન ટિકિટોને લઈને આ ફેરફાર લેવાયો છે

તમને જણાવી દઈએ કે રેલવેનો તત્કાલ કોચ પણ હવેથી આધાર માંગશે. જો તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવી હશે તો તે માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. 15 જુલાઈથી ઓનલાઇન અને કાઉન્ટર પર ટિકિટ બુકિંગમાં ટુ ફેક્ટર ઓ. ટી. પી. વેરિફિકેશન લાગુ થશે. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવો પડશે. આ સાથે જ રેલવેએ હવે ટિકિટના દરમાં પણ વધારો કરવાનું નક્કી કર્યું છે.

ક્રેડિટ કાર્ડને લઈને આ ફેરફાર થયો છે 

બેન્કિંગ ક્ષેત્રમાં થયેલા ફેરફારો (1 July 2025 New Rules)માં એક છે ક્રેડિટ કાર્ડના ચાર્જમાં થયેલો ફેરફાર. એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી મોટી બેંકો દ્વારા હવે  ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમો લાદી રહી છે. એસબીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડ ધારકો માટેની વાત કરીએ તો એસબીઆઇ એલિટ અને માઇલ્સ જેવા પ્રીમિયમ કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા સુવિધા હવે બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ દર મહિનાની લઘુતમ બાકી રકમ (એમએડી)ની ગણતરી કરવાની પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર થવાનો છે. એચડીએફસી બેન્કના નવા ચાર્જ વિષે વાત કરીએ તો ભાડું ચૂકવવું, ઓનલાઇન ગેમિંગ પર 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરવો, વીમા સિવાય 50,000 રૂપિયાથી વધુના યુટિલિટી બિલ ચૂકવવા અને એક સમયે ડિજિટલ વૉલેટમાં 10,000 રૂપિયા + મૂકવા પર હવે 1% (મહત્તમ 4,999 રૂપિયા) ચાર્જ લાગશે.

આવકવેરા રિટર્ન ભરવાની તારીખ બાબતે આ નિયમ આવ્યો છે

1 July 2025 New Rules: સીબીડીટીએ આવકવેરા રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરી નાખી છે. જોબ કરતાં કોલો માટે હવે 46 દિવસનો વધુ સમય મળી ગયો છે. આ નિયમ એ તમામ લોકો માટે રાહતના સમાચાર છે કે જેઓ સમયના અભાવને કારણે રિટર્ન ફાઇલ કરી શક્યા નથી.

 

 

 

national news india indian railways Aadhaar indian government