06 November, 2025 08:42 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
માટીનો ઘડો મળી આવ્યો
તામિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં એક પ્રાચીન શિવમંદિરના મુખ્ય ગર્ભગૃહમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ વખતે કામદારોને માટીનો ઘડો મળી આવ્યો હતો જેમાંથી ૧૦૩ જૂના સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને કરવામાં આવી છે. મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને એવું માનવામાં આવે છે કે ચોલ સમ્રાટ રાજા ચોલન ત્રીજાના શાસનકાળ દરમ્યાન બનાવવામાં આવ્યું હતું.