05 November, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં બહાર પડેલા નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા પ્રમાણે દેશમાં દરરોજ ડ્રગ ઓવરડોઝથી કોઈનું ને કોઈનું મૃત્યુ થાય છે. ૨૦૧૯થી ૨૦૨૩ના સમય દરમ્યાનના આ ડેટા પ્રમાણે ડ્રગ ઓવરડોઝને કારણે દેશમાં દર અઠવાડિયે ૧૨ લોકો મૃત્યુ પામે છે. આ સમય દરમ્યાન કુલ ૩૨૯૦ લોકોએ ડ્રગ ઓવરડોઝને કારણે જીવ ગુમાવ્યો હતો.
NCRBના આ રિપોર્ટમાં તો ફક્ત એ જ ડેટા સામેલ છે જેનો મૃત્યુ અને ડ્રગ ઓવરડોઝનો ડેટા સત્તાવાર રેકૉર્ડ્સમાં નોંધાયો હોય. દેશમાં ડ્રગ ઓવરડોઝના ઘણા કિસ્સા નોંધાતા જ નથી. એવા કિસ્સામાં થયેલાં મૃત્યુનો ડેટા NCRB આ રિપોર્ટમાં સામેલ નથી. એટલે કે દેશમાં દરરોજ ડ્રગ ઓવરડોઝથી થતાં મૃત્યુનો આંકડો સત્તાવાર ડેટા કરતાં વધારે હોવાની સંભાવના છે.