મહારાષ્ટ્રઃ ધોરણ 12 ના પરિણામની તારીખ અને સમય જાહેર, જાણો કઈ રીતે જોવું પરિણામ

02 August, 2021 07:31 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જાહેરાત કરી કે રાજ્યમાં 12મા ધોરણનું પરિણામ આવતી કાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે જાહેર થશે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જાહેરાત કરી કે રાજ્યમાં 12મા ધોરણનું પરિણામ આવતી કાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે જાહેર થશે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ પર આ પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે બોર્ડની વેબસાઇટ mahresult.nic.in, msbshse.co.in, hscresult.11thadmission.org.in અને hscresult.mkcl.org પર જોઈ શકાશે.

વર્ષા ગાયકવાડે ટવીટ કરી આ જાણકારી આપી હતી. કોરોનાની ગંભીર બીજી લહેરને કારણે બારમાં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12માં તેમણે મેળવેલ ગુણને આધારે પરિણામ આપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે બારમાં ધોરણના વિદ્યાર્થીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે બોર્ડને 31 જુલાઇ 2021 સુધીમાં પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બોર્ડે શિક્ષકોની માગણીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના ગુણ પોર્ટલ પર અપલોડ કરવા માટે વધુ સમય ફાળવ્યો હતો, જેને કારણે પરિણામ જાહેર કરવામાં વિલંબ થયું હોવાનું કહેવાય છે. 

maharashtra national new