1st January New Rules: નવા વર્ષે બદલાશે આ મહત્વના નિયમો, તમારા પોકેટ પર પડી શકે અસર- જાણો

31 December, 2024 10:16 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

1st January New Rules: 1 જાન્યુઆરી, 2025થી દેશમાં અનેક્ સેક્ટર્સમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. સામાન્ય માનવીના વપરાશ પર તેની સીધી અસર પણ જોવા મળી શકે છે

પ્રતીકાત્મક તસવીર

આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે. આવતીકાલથી નવા વર્ષનો આરંભ થવાનો છે. પણ આ સાથે જ તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી, 2025થી દેશમાં અનેક્ સેક્ટર્સમાં મહત્વપૂર્ણ ફેરફાર (1st January New Rules) થવા જઈ રહ્યા છે. સામાન્ય માનવીના વપરાશ પર તેની સીધી અસર પણ જોવા મળી શકે છે. આવો, આ વિષે વિગતે વાત કરીએ.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર

સરકાર દ્વારા દર મહિને એલપીજી સિલેન્ડરનાં ભાવમાં વધઘટ કરવામાં આવતી હોય છે. આ એક એવી વસ્તુ છે જે દરેક સામાન્ય લોકોના જીવનમાં આવશ્યક હોય છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ તેની કિંમતોમાં ફેરફાર (1st January New Rules) થવાની સંભાવના છે. 14 કિલોના ઘરગથ્થુ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર હતી, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

કારના ભાવ, વાહનોનાં વીમા પોલિસીમાં ફેરફાર 

નવા વર્ષમાં કાર લેવાની ઈચ્છા ધરાવતા સહુને જણાવવું કે 1 જાન્યુઆરી, 2025ના વર્ષથી કારની ખરીદી માટે વધુ ખર્ચ ભોગવવો પડી શકે છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને BMW જેવી મોટી ઓટો કંપનીઓ વાહનોના ભાવમાં 3 ટકા સુધીનો વધારો થવાનો છે. એટલું જ નહીં 1 જાન્યુઆરીથી વાહનોની વીમા પોલિસીમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમો હેઠળ હવે જૂના વાહનો માટે વીમો ખરીદવો મોંઘો પડશે. 

જીએસટી નિયમમાં ફેરફાર 

તમને જણાવી દઈએ કે જીએસટીમાં પણ ફેરફાર (1st January New Rules) થવાની શક્યતા છે. 1 જાન્યુઆરી, 2025થી કડક જીએસટીના અનુપાલન નિયમોનો સામનો કરવો પડશે, મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) હવે ફરજિયાત કરવામાં આવશે.

પેન્શનમાં ફેરફાર 

1 જાન્યુઆરી 2025થી EPFOએ પેન્શનરો માટે નિયમોને સરળ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. શકવાની સવલત આપવામાં આવી છે, અને એ પણ કોઈપણ પ્રકારના વધારાના વેરિફિકેશન વગર જ. EPFO હેઠળ નોંધાયેલા કર્મચારીઓ માટે સરકાર ATM કાર્ડની સુવિધા પણ બહુ જ જલ્દી શરૂ કરી શકે છે.

બેન્કિંગ સેક્ટરમાં થનાર ફેરફાર 

1 જાન્યુઆરી 2025થી બેંક ગ્રાહકોએ કેટલાક ફેરફારો (1st January New Rules)ની નોંધ કરવી જોઈએ. નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (HFCs) માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમો નવા વર્ષમાં બદલાશે. આવનાર વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેવાની છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, મની ટ્રાન્સફર અને ચેક ક્લિયરન્સની પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફારો થતાં હોઈ તેમાં પણ સમય લાગી શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર 

1 જાન્યુઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર (1st January New Rules) થશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થતાં ફેરફારની સીધી અસર સામાન્ય વ્યક્તિનાં પોકેટ પર થતી હોય છે. નવા વર્ષે ભાવ વધશે તો વ્યક્તિનાં ખર્ચ પર [ન અસર થઈ શકે છે.

national news india indian government state bank of india goods and services tax new year