23 March, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅનર
૨૦૨૫માં રેલવે-ઍક્સિડન્ટમાં ૨૨૮૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે એમાંથી ૨૩ ટકા મરનારાઓની કોઈ ઓળખ થઈ શકી નહોતી. પોલીસ તેમના પરિવારની શોધ કરી રહી છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસે એક સ્પેશ્યલ અભિયાન હેઠળ દરેક પોલીસચોકીમાં ૪ સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમ ઓળખ ન થઈ હોય એવી વ્યક્તિના પરિવાર સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. જોકે એમાં પણ ઘણા પડકારો હોય છે. મરનાર વ્યક્તિનો મૃતદેહ એટલી હદે છિન્નભિન્ન થઈ ગયો હોય છે કે એની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. ક્યારેક એ વ્યક્તિ પાસેથી કોઈ ડૉક્યુમેન્ટ્સ મળી આવતા નથી. આવા કેસમાં મૃતદેહના ફોટો બૅનરમાં લગાડીને એ બૅનર સ્ટેશનો પર મૂકવામાં આવે છે જેથી આવતા-જતા પ્રવાસીઓ એ જોઈને જો કોઈ એમાંથી તેમનું જાણીતું હોય તો પોલીસનો સંપર્ક કરીને કહી શકે.
અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઓળખ થાય એ માટે ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ ટ્રૅકિંગ નેટવર્ક ઍન્ડ સિસ્ટમ (CCTNS) અને મહારાષ્ટ્ર સિટિઝન્સ પોર્ટલ બહુ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. પોલીસ અકસ્માતમાં મરનારનો ફોટો અને ડીટેલ આ પોર્ટલ પર અપલોડ કરે છે. એ આખા દેશનાં પોલીસ-સ્ટેશનો સાથે કનેક્ટેડ છે અને એને ઍક્સેસ કરી શકાય છે. વળી પોર્ટલમાં તારીખ અને લોકેશનથી પણ સર્ચ કરવાનો વિકલ્પ હોવાથી શોધ ચલાવવામાં આસાની રહે છે.
૧૫૭૪ - ૨૦૨૫માં સેન્ટ્રલ રેલવેમાં આટલા લોકોએ જીવ ગુમાયા
૧૧૯૫- આટલા લોકોની ઓળખ થઈ શકી,
૩૭૪- આટલા લોકોની ઓળખ નથી થઈ શકી
૭૧૩૨- ૨૦૨૫માં વેસ્ટર્ન લાઇનમાં આટલા લોકોએ જીવ ગુમાયા
૫૫૧- આટલા લોકોની ઓળખ થઈ શકી,
૧૬૨ - આટલા લોકોની ઓળખ નથી થઈ શકી