01 December, 2025 08:47 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
૩૭ નક્સલીઓ
છત્તીસગઢના દંતેવાડામાં ગઈ કાલે ૩૭ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું, જેમાંથી ૨૭ નક્સલીઓ પર ૬૫ લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ હતું. દંતેવાડાના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ ગૌરવ રાયે જણાવ્યું હતું કે ૧૨ મહિલાઓ સહિત આ નક્સલીઓએ પૂના માર્ગેમ (પુનર્વસનથી સામાજિક પુનર્ગઠન સુધી) પહેલ હેઠળ વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. છત્તીસગઢમાં નક્સલવાદનો ખાતમો કરવા માટે ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)એ અબુઝમાડમાં એક મુખ્ય ઠેકાણું સ્થાપિત કર્યું છે. આના કારણે છત્તીસગઢ, મહારાષ્ટ્રના ગડચિરોલી અને તેલંગણનાં ગાઢ જંગલોને જોડતા અને નક્સલવાદીઓ માટે ઇન્ટરસ્ટેટ મૂવમેન્ટ કૉરિડોર ગણાતા રસ્તાને સીલ કરી દેવામાં આવ્યો છે. ગાઢ જંગલોમાં ITBPએ લંકા ઑપરેટિંગ બેઝ કંપની સ્થાપિત કરી છે. આના કારણે નક્સલવાદીઓ હવે આ વિસ્તારમાંથી ઑપરેટ કરી શકશે નહીં.