યુપીની ચૂંટણીમાં ૪૦ ટકા ટિકિટ મહિલાઓને અપાશે : પ્રિયંકા ગાંધી

20 October, 2021 12:58 PM IST  |  Lucknow | Agency

અમે નક્કી કરી લીધું છે કે ઉત્તર પ્રદેશમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ પાર્ટી ૪૦ ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપશે. તેમણે ઉમેર્યું હતું કે લાયકાતના આધારે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે.

પ્રિયંકા ગાંધી (તસવીર સૌજન્ય મિડ-ડે)

કૉન્ગ્રેસ આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ટકા ટિકિટ મહિલાઓને આપશે. લખનઉમાં મંગળવારે પક્ષનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ આ વાતની જાહેરાત કરી હતી. પત્રકારો સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસ પક્ષ વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે ૪૦ ટકા ટિકિટો મહિલા ઉમેદવારોને આપશે. તેઓએ કહ્યું હતું કે અમે મહિલાઓને રાજકારણમાં પૂરેપૂરા ભાગીદાર બનાવવા ઇચ્છીએ છીએ. આ મુદ્દે પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું હતું કે આજે હું અમારા પહેલા વચન વિશે વાત કરીશ. અમે નક્કી કરી લીધું છે કે ઉત્તર પ્રદેશમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ પાર્ટી ૪૦ ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપશે. તેમણે ઉમેર્યું હતું કે લાયકાતના આધારે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે. આ નિર્ણય સ્ત્રીસશક્તીકરણ માટે લીધો હોવાનું પણ પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું હતું. 

national news priyanka gandhi