05 November, 2025 09:45 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પોલીસે જ આ તસવીર પોસ્ટ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને બાળકોની સુરક્ષા જાળવવાની અપીલ કરી હતી.
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક બાઇક પર ૬ બાળકોને લઈને જતા બાઇકરને જોઈને પોલીસવાળા પણ દંગ રહી ગયા હતા. ગઢમુક્તેશ્વર પાસે પલવાડા ચેકપોસ્ટ પર જ્યારે ટ્રાફિક-પોલીસે આ બાઇકસવારને રોક્યો ત્યારે પહેલાં તો તેને પણ ગણવું પડ્યું કે બાઇક પર કેટલા લોકો છે. આ જનારાને જોઈને પોલીસે પણ તેને હાથ જોડ્યા કે ભાઈ, હવે ફરી આવું ન કરતો. જોકે પોલીસે તેને તેના આ ગુના માટે બક્ષ્યો નહોતો. ટૂ-વ્હીલર પર ૭ સવારી કરવા બદલ ૭૦૦૦ રૂપિયાનું ચલાન કાપ્યું હતું. પોલીસે જ આ તસવીર પોસ્ટ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને બાળકોની સુરક્ષા જાળવવાની અપીલ કરી હતી.