22 October, 2026 08:37 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
તનુ શ્રીવાસ્તવ
ઉત્તર પ્રદેશના કાસગંજમાં રહેતી ૧૨ વર્ષની વિદ્યાર્થિની તનુ શ્રીવાસ્તવના એકાએક થયેલા મૃત્યુના કારણે વિવાદ થયો છે. એટા જિલ્લામાં રહેતી તનુએ નવરાત્રિમાં ઉપવાસ રાખ્યા હતા. દશેરાના દિવસે તે તેના પરિવાર સાથે મા ચામુંડા દેવી મંદિર ગઈ હતી, જ્યાં પૂજા પછી તેણે મેળામાં ચાઉમિન અને આઈસક્રીમ ખાધાં હતાં. ઘરે પાછા ફરતી વખતે તેની તબિયત અચાનક બગડી ગઈ હતી અને તેને ઊલટી થવા લાગી હતી. તેનો પરિવાર તેને હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડૉક્ટરોને શંકા છે કે ઊલટી દરમ્યાન ચાઉમિનનો ટુકડો તેની શ્વાસનળીમાં ફસાઈ ગયો હશે. જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.