અયોધ્યાથી વારાણસીની સફર પાંચ કલાકને બદલે બે કલાકમાં થશે

29 December, 2025 09:44 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

બે મુખ્ય યાત્રાધામોને જોડતો ૬ લેન હાઈ-સ્પીડ કૉરિડોર તૈયાર કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

અયોધ્યા અને વારાણસી વચ્ચે ૬ લેનનો હાઈ-સ્પીડ ઍક્સેસ કન્ટ્રોલ કૉરિડોર બનાવવાની યોજના બનાવવામાં આવી છે અને આનાથી હાલમાં આ રૂટ પર પ્રવાસ કરવામાં જે પાંચ કલાક લાગે છે એને બદલે બે કલાકમાં પ્રવાસ પૂર્ણ થશે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ આ પ્રોજેક્ટ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે સલાહકાર એજન્સીની નિમણૂક કરવા માટે ટેન્ડર મગાવ્યાં છે. એજન્સીને સર્વેક્ષણ કરવા અને DPR તૈયાર કરવામાં ઓછામાં ઓછું દોઢ વર્ષ લાગશે.

આ કૉરિડોરના નિર્માણ સાથે અયોધ્યાથી વારાણસીનું અંતર ઘટીને લગભગ ૨૦૦ કિલોમીટર થઈ જશે. આ પ્રોજેક્ટ ધાર્મિક પર્યટનને વેગ આપશે. જોકે કૉરિડોર પૂર્ણ થવામાં સમય લાગશે. એ પહેલાં ૬૭ કિલોમીટર લાંબો રિંગ રોડ ૨૦૨૭માં પૂર્ણ થશે. અયોધ્યા-વારાણસી પ્રોજેક્ટને પછી ચિત્રકૂટ સાથે પણ જોડવામાં આવશે.

national news india varanasi ayodhya ram mandir indian government