22 March, 2025 07:42 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘જો પુરુષો હસ્તમૈથુન કરે એ સર્વમાન્ય થયેલું છે તો સ્ત્રીઓ હસ્તમૈથુન કરે એ માટે સૂગ કેમ હોવી જોઈએ?’ આવું બુધવારે ડિવૉર્સના એક કેસમાં મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું હતું. તામિલનાડુમાં નીચલી કોર્ટે એક પુરુષની ડિવૉર્સની અરજી ખારીજ કરતાં તેણે મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બુધવારે આ કેસમાં પુરુષે દલીલ કરી હતી કે તેની પત્ની પૉર્ન જુએ છે અને હસ્તમૈથુન કરે છે એટલે તેને છૂટાછેડા જોઈએ છે. જોકે મદ્રાસ હાઈ કોર્ટે અપીલ ડિસમિસ કરતાં કહ્યું હતું કે ‘જાતે સુખ મેળવવું એ કંઈ ગેરકાનૂની કૃત્ય નથી. લગ્ન કર્યા પછી સ્ત્રીની પણ પોતાની વ્યક્તિગત ઓળખ છે. તે સ્વસુખ મેળવવા માટે કંઈક કરતી હોય તો એ ગ્રાઉન્ડ પર છૂટાછેડા માગી ન શકાય.’